Welcome to Kharak Community Portal

Print
PDF
17
September
2011

gujarati

G– genuis

U – understanding

J – jolly

A – amazing

R – rocking

A – aggresive

T – tough

I – intelligent

Means gujarati have all qualities.

Print
PDF
07
December
2012

શિયાળાની શાયરી

શિયાળાની શાયરી
યહાં ભી હોગા
વહાં ભી હોગા
અબ તો સારે જહાં મેં હોગા
ક્યા...

...
મેથીના અડદિયા!
મેથીના અડદિયા!
હેપ્પી વિન્ટર.

Print
PDF
02
May
2012

ગૌરવ કથા ગુજરાતની

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,

સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,

દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,

રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,

ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’

કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.

માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!

કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,

મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.


Print
PDF
02
May
2012

"જોક્સનું જંકશન"

»»» બિચારા ડૉક્ટરો આમેય બહુ મોડા મોડા પરણે છે. પણ પરણે છે ત્યારે બધાને શી રીતે

ખબર પડે કે કોઈ ડૉક્ટર પરણી રહ્યો છે ? તો ડૉક્ટરના મૅરેજમાં નવા રિવાજ હોવા જોઈએ.

(1) જાન ઍમ્બુલન્સમાં આવે.

(2) લગ્ન ઓપરેશન થિયેટરમાં થાય.

(3) રિસેપ્શન હૉસ્પિટલના ઓપીડી વૉર્ડમાં થાય.

(4) ફોટા ‘એક્સ-રે’માં પડે.

(5) મહેમાનોને બુફેમાં વિટામીનની ગોળીઓ અપાય.

(6) પાણી અને પીણાંની જગાએ ગ્લુકોઝ અને ઓઆરએસ અપાય.

(7) વરરાજા નવવધૂને હારને બદલે સ્ટેથોસ્કોપ પહેરાવે.

(8) અને લગ્ન પતે પછી વરરાજા બોલે ‘નેકસ્ટ પ્લીઝ.****

»»» કડકાસિંહ સિગારેટ પીતા હતા. કોઈએ પૂછ્યું : કઈ સિગારેટ પીવો છો ?

કડકાસિંહ કહે : ‘વન સ્કવેર.’ ‘વન સ્ક્વેર ? ઈ વળી કેવી સિગારેટ ?’

‘અલ્યા, એટલું નો હમજાણું ? ફૉર સ્કવેરનું ઠૂંઠું પીઉં છું !’****

»»» અમદાવાદી લગ્નની કંકોતરીમાં નીચે RSVP લખ્યું હોય તો એનો શું

મતલબ સમજવો ? ‘રોકડા સાથે વહેલા પધારજો !’****

»»» સન્તા ઈંગ્લિશના પેપરમાં ફેલ થયો. એના બધા માર્ક ભાષાંતરમાં કપાઈ ગયા.

વાંચો એના નમૂના.

(1) મૈં એક આમઆદમી હું. અનુવાદ : આઈ એમ વન મૅંગો પરસન.

(2) મુઝે ઈંગ્લિશ આતી હૈ. અનુવાદ : ઈંગ્લિશ કમ્સ ટુ મિ.

(3) મેરા ગાંવ હરિપુર હજારા હૈ અનુવાદ : માય વિલેજ ઈઝ ગ્રીનપુર થાઉઝન્ડા.

(4) સડક પે ગોલિયાં ચલ રહી થી. અનુવાદ : ટૅબ્લેટ્સ વેર વૉકિંગ ઑન ધ રોડ. ***

»»» ગટુની નોટમાંથી શાળાના શિક્ષકની સૂચના લખેલી નીકળી :

‘બાળકને નવડાવીને મોકલવાનું રાખો.’ મમ્મીએ એની નીચે લખી મોકલ્યું,

‘બાળકને ભણાવવાનું રાખો, સૂંઘવાનું રહેવા દો.’****

»»» મુન્નાએ સ્કૂલમાંથી ગુલ્લી મારી હતી. રસ્તામાં એ દાદાજી સાથે જતો હતો

ત્યાં સામેથી સ્કૂલની ટીચર આવતી દેખાઈ. દાદાજી : ‘મુન્ના, સંતાઈ જા.

તારી ટીચર આવી રહી છે !’ મુન્નો : ‘દાદાજી, તમે પણ સંતાઈ જાઓ !

કારણ કે તમે મરી ગયા છો એમ કહીને જ મેં ગુલ્લી મારી છે !’ ****

»»» છોકરી (છોકરાને) : ‘મેરા બચ્ચા, મેરા જાનુ, મેરા શોના, મેરા સ્વીટુ,

મેરા ગુડ્ડુ, મેરા ચુન્નુ મુન્નુ છુન્નુ…. ક્યા તુમ મુજ સે શાદી કરોગે ?’

છોકરો : ‘આ તું મને પ્રપોઝ કરે છે કે દત્તક લે છે ?’ *****

»»» મથુરકાકાની યાદશક્તિ બહુ નબળી થતી જતી હતી. એમને મળવા એમના

જૂના મિત્ર મનુકાકા આવ્યા. વાતમાંથી વાત નીકળતાં મથુરકાકા કહે : ‘અરે હા,

આ અમારી 50મી લગ્નતિથિ હતી. ને, એ રાતના અમે બન્ને જણા એક નવી

રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ! અરે, બહુ સરસ ખાવાનું હતું !’ ‘એમ ? શું નામ હતું

એ રેસ્ટોરન્ટનું ?’ ‘નામ….’ ઘરડા મથુરકાકા માથું ખંજવાળવા લાગ્યા, ‘પેલું ફૂલ

હોય છે ને… પેલું સુગંધીદાર ફૂલ…’ ‘ગુલાબ ?’ ‘ગુલાબ નહીં યાર, આ……

પેલું સફેદ કલરનું હોય છે ને ?’ ‘જૂઈ ?’ ‘ના, ના, જૂઈ નહીં.’ ‘ચમેલી ?’ ‘અરે ચમેલી

નહીં યાર…. આ તો મોટું સફેદ ફૂલ થાય છે અને પાછું મોટા ઝાડ પર ઊગતું હોય છે.’

‘ચંપો ?’ ‘હા, હા…. એ જ !’ મથુરકાકા તરત જ સોફામાંથી ઊંચા થઈને રસોડા તરફ

મોં કરી ઊંચા અવાજે કહેવા લાગ્યા : ‘અરે ચંપા…. ? આ રવિવારે આપણે કઈ

રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ? ****

»»» જેની પાછળ રૂ આવે તે બધી આઇટમ ખતરનાક ગણાય.

જેમ કે દારૂ, કૂતરુ, વાંદરુ, અંધારુ, સાસરુ

અન સૌથી છેલ્લે…..સૌથી વધારે ખતરનાક.....

બૈરુ…...

»»» ફાઈનાન્શીયલ મેનેજમેન્ટ .

એક ભિખારીને ૧૦૦ રૂપિયાની નોટ મળી .

એ ફાઈવ સ્ટાર હોટલ માં ગયો ,

પેટ ભરી ને ખાધું .

૩૦૦૦ રૂપિયાનું બીલ આવ્યું .

પૈસા નથી ,

એમ કહીને હાથ અધ્ધર કરી દીધા .

મેનેજરે એને પોલીસ માં સોંપી દીધો .

ભિખારીએ પોલીસને ૧૦૦ રૂપિયા આપ્યા

અને બિન્ધાસ્ત છૂટી ગયો . . .

– આને કહેવાય ફાઈનાન્શીયલ મેનેજમેન્ટ વિધાઉટ એમબીએ . . . !

»»» એક ખેડૂતનો બળદ ખરી સિઝનમાં મરી ગયો.એટલે તેણે બીજાનો બળદ

ચોરી લીધો,કોર્ટ કેસ થયો. જજે ખેડૂતને કહ્યું,”તમે બળદ ચોર્યો છે? જો ચોર્યો

હોય તો આપી દો.” ખેડૂત માન્યો નહીં એટલે જજે વિચારીને કહ્યું “બળદને

ગામ વચ્ચે છૂટો મુકી દો.જેનો હશે તેના ઘરે જતો રહેશે.”ખેડૂતે કહ્યું કે જજ સાહેબ

તમારી વાત સાચી છે.પણ આ નિર્ણય તો બળદે લીધો કહેવાય,સરકાર તમને

પગાર શેનો આપે છે ? ****

»»» આજ ના યુવાન ને

સંતએ શું કરવું જોઈએ ? તેના કરતા શ્રીસંત ક્રિકેટ ના મેદાન માં શું કરે છે

તેમાં વધારે રસ છે ! ,

ભજન કરતા વધારે હરભજન માં રસ છે!

અને સુદામા ને ન જાણતો યુવાન ઓબામાં ને જાણે છે!

લાલા (કૃષ્ણ) કરતા "ઉલ્લાલા ઉઅલ્લા............."

માં વધારે રસ છે .....કઈ તરફ જઈ રહ્યું છે આપણું ભાવી યુવાધન ?

ભૂરિયો(ફોરેનર) ટકો ને ચોટલી રાખી ઓમકાર નો જપ જપે છે ?

ત્યારે આપણું યુવાધન લેડી ગાગા ની ગેંગ માં ???

તમારા વિચાર વ્યક્ત કરી યુવાનો ને નવી રાહ બતાવો...

એવી આશા સાથે ........."ઉલ્લાલા ઉઅલ્લા............."

 

Print
PDF
09
July
2012

Dear Gujarati

વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી,સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે 'મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે,મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.' (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા,ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાંસાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)

ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક - ટુ વ્હીલર અને બીજો - મોબાઈલ.જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે 'દેવું કરીને પણ ઘી પીવું.' હવે એવું કહેવાય છે કે 'દેવું કરીને પણ બાઈક લેવું.'ગુજરાતીઓના 'દિલની સૌથી નજીક'જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં 'ફ્રી' લખ્યું તો તો 'ખ…લ્લા…સ'. રાત્રે દસથી સવારે છ, 'મોબાઈલથી મોબાઈલ ફ્રી' એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)

ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ...સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે 'કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.' આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….

ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા,વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. 'એ લાટસા'બ હોય તો એના ઘેર, મારે શું ?' આવી તાસીર જ આપણને 'જીદ કરી દુનિયા બદલવાની' શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો,બરાબરને ભઈ?)
હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?
જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ 'ગુજરાતી ગૌરવ ગાથા' ને આગળ ધપાવો.

Print
PDF
12
December
2011

બાળકો સાથે શી રીતે વાત કરશું ?

આપણને ખબર પડે કે ઘરકામની નોટબુક દીકરો ફરી એકવાર સ્કૂલમાં ભૂલી આવ્યો છે ત્યારે સમજુ ગણાતા હોવા છતાં આપણે ઊકળી ઊઠશું, અને બોલી ઊઠશું, ‘આવો જડ ક્યાંથી પાક્યો ?’ વેકૅશનમાં તમારે ત્યાં ભેળાં થયેલાં ભૂલકાં આપસમાં ઝઘડતાં હશે ત્યારે તમે અતિ ધીરજવાન હશો છતાં ગળું ફાડીને બોલી ઊઠશો, ‘ક્યાંથી આ બધાં મારે નસીબે આવી ભરાયાં ?’

Print
PDF
28
November
2012

ઓહો,ભગવાન સાથે ઇન્ટરવ્યૂ...!!!

ઓહો,ભગવાન સાથે ઇન્ટરવ્યૂ...!!!
મિત્રો આખી પોસ્ટ એકવાર જરૂરથી વાંચજો,ખૂબ જ અફલાતૂન પોસ્ટ છે.
‘શું તારે મારો ઇન્ટરવ્યૂ લેવો છે ?’ ભગવાને પૂછ્યું .
‘તમને સમય હોય તો ઇન્ટરવ્યૂ લેવો છે.’
ભગવાને સ્મિત કરીને કહ્યું : ‘મારો સમયતો અનંતછે. તારે

મને શું પૂછવું છે ?’
‘માનવજાત વિશે તમને સૌથી વધુ આશ્ચર્ય કઈ બાબતનું થાય છે ?’
ભગવાને કહ્યું :
‘જયારે તે બાળક હોય છે ત્યારે તેને જલ્દી મોટા થવું હોય છે
અને મોટા થયા પછી ફરી વાર બાળક થવાનુંમન થાય છે.’
‘પૈસા કમાવવામાં તંદુરસ્તી ગુમાવે છે અને તંદુરસ્તી પાછી
મેળવવા પૈસા ગુમાવે છે.’
‘ભવિષ્યની ફિકરમાં વર્તમાનને ભૂલી જાય છે એટલે નથી રહેતો
વર્તમાનમાં કે ભવિષ્યમાં.’
‘એવી રીતે જીવે છેકે જાણે મોત કદી આવવાનું નથી અને
જયારે મોત આવે ત્યારે જિંદગીનોઆંનદ ભૂલી જાય છે.’
ભગવાને મારા હાથમાં હાથ લીધો .થોડી ક્ષણો મૌન રહ્યા પછી
મેં પૂછ્યું : ‘તમારા બાળકો જીવનમાંથી કયા બોધપાઠ લે……
પિતા તરીકે તમને શું લાગે છે ?’
ભગવાને હસીને કહ્યું :
‘બીજા તમને પ્રેમ કરે એવી અપેક્ષા ન રાખવી .તમારા પ્રત્યે
સહેજે પ્રેમ થાય એવું થવું જોઈએ એ ખ્યાલમાં રાખવું.’
‘તમારી પાસે શું છે એના કરતાં તમારા જીવનમાં કોણ છે એ
વધારે મહત્વનું છે એ નહિ ભૂલવું .’
‘તમારી જાતને કદી બીજા સાથે સરખાવવી નહિ.’
‘પોતાની પાસે વધુ હોય એ ધનવાન નથી પણ જેની જરૂરિયાત
ઓછામાં ઓછી હોય એ ખરો ધનિક છે એ હમેશાં યાદ રાખવું.’
‘પ્રિય વ્યક્તિના દિલનેદુભાવવામાં ­ વાર નથી લગતી પણ
એ ઘા રૂઝાતા વરસો લાગી જાય છે.’
‘હમેશાં માફ કરતાં રહેવાથી ક્ષમાનો ગુણ કેળવાય છે.’
‘આપણને આમ તો ઘણાંલોકો ચાહતા હોય છે પણ
કમનસીબે એ વ્યક્ત કરતાં એમને આવડતું નથી હોતું.’
‘પૈસાથી બધું ખરીદી શકાય છે, પણસુખ નહિ.’
‘એક જ વસ્તુને બે લોકો જુદી જુદી રીતે જુએ એવું સહેજે બને.’
‘બીજા લોકો આપણને માફ કરે એ પુરતું નથી. આપણે પણ
આપણી જાતને માફ કરીએ એ વધુ જરૂરી છે.’
‘હું સદાય તમારી સાથે જ છું એ કદી ન ભૂલવું.

Print
PDF
04
November
2012

जो बीत गयी सो बात गयी ...

जो बीत गयी सो बात गयी
जीवन में एक सितारा था
माना वो बेहद प्यारा था ,
वो टूट गया तो टूट गया ...
एम्बर के आनन् को देखो ,

कितने इसके तारे टूटे
कितने इसके प्यारे छूटे ..
जो टूट गए फिर कहाँ मिले ...
पर पूछो टूटे तारों का ,
कब एम्बर शोक मनाता है ..
जो बीत गयी सो बात गयी ...

~ Harivansh Rai bachchan

Print
PDF
01
August
2012

હળદરના આવા 2 અજાણ્યા ચમત્કારી ગુણ, જે તમે નથી જાણતા!

હળદરના આવા 2 અજાણ્યા ચમત્કારી ગુણ, જે તમે નથી જાણતા!

હળદરનો ઉપયોગ જૂના જમાનાથી જ ભોજનમાં અને ઘરેલુ ઉપચારોમાં કરવામાં આવે છે. હળદર અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. એટલે વર્તમાનમાં તેની ઉપર અનેક શોધ કરવામાં આવી રહી છે. તેની ઉપર કરવામાં આવેલ સંશોધનો બતાવે છે કે હળદરમાં કેન્સર કોશિકાઓને મારવાની ક્ષમતા હોય છે. ભારતીય લોકો તો હળદરના ફાયદાથી પરિચિત છે જ પરંતુ હવે વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે હળદરમાં કેન્સરની કોશિકાઓને મારવાની ક્ષમતા હોય છે તથા ડિમેન્શિયા અર્થાત્ ભૂલવાની બીમારી જેમાં રોગીને મતિભ્રમ થઈ જાય છે તે જરૂરી વવાતો પણ ભૂલી જાય છે, તેને પણ નિયંત્રણ કરવાની ક્ષમતા છે.

ડિમેન્શિયામાં પણ હળદર લાભદાયી સાબિત થઇ છે. તેમાં મળતાં રસાયણ કરક્યૂમિનમાં રોગપ્રતિકારક શક્તિ હોય છે, જે સાંધાના મનોભ્રંશ કે ડિમેન્શિયા અર્થાત્ ભૂલવાની બીમારી જેવી બીમારીઓના ઈલાજમાં પ્રભાવીત સિદ્ધ થઈ ચૂકી છે.

કેન્સરનો અટકાવઃ-

બ્રિટનમાં કોર્ક કેન્સર રિસર્ચ સેન્ટરમાં કરવામાં આવવેલ પરીક્ષણ બતાવે છે કે પ્રયોગશાળામાં જ્યારે કરક્યૂમિનનો પ્રયોગ કરવવામાં આવ્ય. તો તેનાથી ગળાની કેન્સરની કોશિકાઓને નષ્ટ કરી દીધી હતી. ડો. શૈરન મેક્કેના અને તેમની ટીમને જોવા મળ્યું કે કરક્યૂમિને 24 કલાકની અંદર જ કોશિકાઓને મારવાનું શરૂ કરી દીધું. કેન્સર નિષ્ણાતોનું કહેવું છે કે બ્રિટિશ જનરલ ઓફ કેન્સરમાં પ્રકાશિત આ શોધ કેન્સરનો નવો ઈલાજ શોધવામાં સહાયક સાબિત થઈ શકે છે.   જયેશ ભૂત

Print
PDF
12
December
2011

કન્યાદાન

સવારના નવ વાગ્યા નથી ને નાથી શાકવાળીની લારી આવી જ જાય. તેના લાંબા લહેકાથી અમે બધાં શાક માટે નીચે આવી જ જઈએ. શાક માર્કિટ કરતાં રૂપિયો વધારે જ હોય પણ શાક એકદમ તાજું ને લીલું હોય. કોઈ બહેન ભાવની રકઝક કરે તો નાથી તરત જ માની જાય : ‘લો બહેન, તમે બોલ્યાં તે પ્રમાણે જ તોળ્યું છે. આનંદથી ખાશો તો મને યાદ કરશો.’ કહીને લેનારની ઝોળીમાં નાખે.

Print
PDF
15
December
2011

ગેરસમજ

 

સુકન્યાનાં લગ્નને હવે દસ જ દિવસ રહ્યા હતા. વિનોદભાઈએ ઓફિસમાંથી ત્રણ અઠવાડિયાંની રજા લીધી હતી. ઘરમાં પહેલો પ્રસંગ હતો ને તે પણ દીકરીનાં લગ્નનો. કેટકેટલાં કામ એમણે એકલે હાથે કરવાનાં હતાં ને એ પણ જોવાનું હતું કે ક્યાંય કશી ઊણપ ન રહી જાય. સૌને લાગવું જોઈએ કે વિનોદભાઈએ દીકરીને ઠાઠથી પરણાવી.